બેઘડીનો સાથ શું આપી ગયા !
આ હવામાં ચોતરફ વ્યાપી ગયા.
લોક વાંચે કે ન વાંચે , આપણે
વેદનાઓ પાન પર છાપી ગયા.
કાળ સામે એ કદી ડગશે નહીં
જે સ્વયં હોવાપણું સ્થાપી ગયા.
ઉડ્ડયન કરતો હતો હું મોજથી
મિત્ર આવ્યા , પાંખને કાપી ગયા.
દર્દ, પીડાના પ્રસંગો આવીને
" સૌમ્ય" તારી હેસિયત માપી ગયા. "
****************************
*શ્રોતા ક્યાંથી લાવશો વ્યથાના...?*
*અહીં તો બધા જ વક્તા છે પોતાની કથાના.*
*🙏