શાંત શહેરમાં એક સળવળાટ થયો છે,
મારા નગરનો મને એક માણસ મળ્યો છે,
એની વાતો ની વાછટ, જાણે વરસાદી વાછટ
મારા પ્રણયનો એ અહી સાક્ષાત્કાર રહયો છે,
હાથ જાલી એ હૈયા સુધી લઈ જાય ને,
પ્રણયનો એવો ગજબ કસબીકાર રહ્યોછે,
શૌર્ય શો ઝૂમતો,ને પ્રણય શો પીગળતો,
મુસાફર એક અહીં લાજવાબ જળ્યો છે,
રંગભીની ઉભી છુ અહીં બાહો ફેલાવી,આવશે..
મારા ભવોભવ ની પ્રિત સમો એ પાગલ મળ્યો છે