- "કુદરતી આપદા"
વ્યોમથી વરસી રહી છે, કુદરતી આપદા;
મનુષ્યે પોતે જ નોતરી છે, કુદરતી આપદા;
વાઢી નાખ્યાં જંગલો, ખડક્યાં કોન્ક્રીટ વન,
જ્યાં ને ત્યાં અતિવૃષ્ટિ છે, કુદરતી આપદા;
હાથનાં જ કર્યાં માનવને લાગ્યાં છે હવે હૈયે,
ક્યાંક દુકાળ થઈને પડી છે, કુદરતી આપદા;
ખનન કરતાં રહ્યાં હમેશાં પહાડ ને જમીનનું,
પછી ભૂકંપ રૂપે અવતરી છે, કુદરતી આપદા;
હજુ પણ સમય છે, જરા તો સમજો "વ્યોમ"
ક્યાં રોકવી ઘણી કપરી છે? કુદરતી આપદા;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર