*જે લોકો પોતાના પરિવાર માટે બાળપણ થી બુઢાપા સુધી કમાવવા માં વ્યસ્ત રહી પોતાની જીંદગી ને મોજથી જીવવાનું ભુલી પરીવાર ને ઉંચો લાવવા સતત મથતા રહે છે. તેવા લોકો ને સમર્પિત છે.*
*આ નાનકડી રચના.*
*”ખબર જ ન પડી”*
કેવી રીતે બાળપણ થી આધેડઅવસ્થા ની ઉમર સુધીની આ સફર પુરી કરી. *ખબર જ ના પડી*
જીવનની આ લાંબી સફર માં શું પામ્યા? અને શું ગુમાવ્યું?
*ખબર જ ન પડી*
બચપણ ગયુ,ગઈ જવાની કયારે પ્રોઢઃ થઇ ગયો,
*ખબર જ ના પડી*
કાલ સુધી તો દીકરો હતો, અચાનક પતી થઇ ગયો, પરીવાર ચલાવવાની જદદોજહેદ માં પોતાનો જ આનંદ કયારે પતી ગયો.
*ખબર જ ના પડી*
સંતાનો ને *સાહેબ* બનાવીશ ની મહેચ્છા એ કયારે મરણમુડી પુરી થઇ,
*ખબર જ ના પડી*
પ્પપા કહેતા ડફોળ છે. તો માં કહેતી હોશિયાર છે. પત્ની કહેતી ભોળો છે. સંતાનો ના મતે હું ગુસ્સો કરવાળો, સમાજ કહેતો માણસ મજાનો છે. ખરેખર હું કેવો તે,
*ખબર જ ના પડી*
પહેલા માં બાપ ને પુછી ને ચાલ્યો,પછી પત્ની ને પુછીને ચાલ્યો, હવે પછી સંતાનો ને પુછીને ચાલવું, જીવનમાં મારું ક્યારે ચાલ્યું
*ખબર જ ના પડી*
દિલ કહે છે.હજુ જવાન છુ,ઉમર કહે છે.સાવ નાદાન છુ.બસ આ જ ચક્કર માં કયારે શરીરે સાથ આપવાનું છોડી દીધું.
*ખબર જ ના પડી*
વાળ જતા રહ્યા,ગાલ લબડી ગયા,ચશ્માં આવી ગયા.કયારે સુરત બદલાઈ ગઇ.
*ખબર જ ના પડી*
કાલ સુધીએક જ માળા ના પંખીઓ હતા.કયારે માળો વિખરાયો અને પંખીઓ ઉડી ગયા.પોત-પોતાના માળા બાંધી ટહુકા કરવા લાગ્યા. નજીક ના દૂર થઇ ગયા.
*ખબર જ ના પડી*
ભાઈ બહેન સગા સબંધી ટાણે-ત્યોહારે ભેગા મળે. કયારે આનંદીત થઈ ઉદાસ જીંદગી
*ખબર જ ના પડી*
જીવન ની આતો ઘટમાળ છે. આમ જ જીવન ચાલતું જ રહેશે એક તારા માટે કાંઇ ન બદલે માટે જાગ્યા ત્યાં થી સવાર સમજી લઇ જીંદગી ને હવે છે તેટલી માણી લે,પછી ન કહેતો કે કયારે તેડું આવી ગયું રામ નું.
*#ખબર જ ના પડી*