"ચંદા."
મારા કલાસમાં ભણતી ડાહી ડમરી, નાની ઉંમરે વધુ જવાબદાર દીકરી.
❤️ "ચંદા, તું કેમ નથી આવતી દીકરા? રોજ આવતી જા. તને જે આવડે છે ને,ઈ પણ ભૂલી જઈશ જો રોજ ન આવી તો."
"મારે તો ઘણુંય મન હોય દીદી, આ ઈસ્કૂલે આવવા, પણ કામ મૂઆ થઇ નથી રે'તા. "
"મને ખબર. પણ અઠવાડિયામાં એક-બે દિ' આવ, પણ આવ. સવારે ટાઈમસર ના અવાય તો કંઈ નહિ, બપોરે આવ, બપોરની રિસેસ પછી આવ, પણ આવ."
" એ દીદી, આટલી તાણ ના કરો, ટાઢે છાઇયે બેહીને ભણવું કોને નો ગમે. પણ કામ જ એટલું હોય કે મારી મા પોચી ના વળે, એટલે મારે ઘેર રેવું પડે. "❤️
💙 સવારે ઉઠીને,એ રહે ત્યાં બાજુમાં હોટેલ છે,ત્યાં સવારે મોટરથી પાણી ચડાવવાનું કામ મારી ચંદા કરે.
મેં પૂછ્યું, "કાં?તારે હુ કરવા ઝાવું પડે ચાલુ કરવા?
તો ઈ ક્યે, "એ દીદી, હું સાલુ કરવા જવને તો અમને ત્યાંથી પાણી ભરવા દયે, અને ખપે એટલું પાણી લ્યો, તમતારે ના નો પાડે."
"ઈ હફરું લે તારે, હાયલ એટલી તો શાંતિ તારે."
"હુ શાંતિ દીદી, વાંહે ઝાડુ ફટ્ટા, રાંધવાનું, ઈ બધું પતાવું, ત્યાં મા આવે અને ક્યે "હાલ ઝપાટો કર, મારે બધું ફળ, ને શીંગા, ખજૂર,મધ બધું વેચવા જાવું. ને એની હાયરે હુંય ઝાવ."
વાંહે આવીને વરી ઘરના કામ ને ઈ રસોઈને,ખાવાનું,ને ઠામણા. આમને આમ દિ' નીકરી ઝાય, હવે કયો તમ હું થાકુ નઈ? "
"થાકે ને મારી ચંપા.."
"એ દીદી ચંપા નઈ, ચંદા મારુ નામ."
"ખબર છે ડાઇ, હાયલ એક ફોટો લઉં તારી હાયરે, લેવા દઈશ?"
"એ દીદી, લ્યોને તમતાર,ક્યાં ના છે, મારા લાડલા દીદી ને આ ચંદા કોઈ વાત માટે ના નો પાડે હો."
"એ દીદી, તમ જાતા ના રેજો હો , પછી અમારી આવી હંભાળ કોણ લ્યે શે?"
-@nugami.