Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.... " જીવ્યાં "

અમે તો બસ તારા અભાવમાં જીવ્યાં;
છતાંય કાયમ તારા લગાવમાં જીવ્યાં;

કેમ કરી ભૂંસવું નામ તારું આ દિલથી?
હમેશાં તારા નામના પ્રભાવમાં જીવ્યાં;

જખમો વિરહના ભરાયાં જરા જ્યાં,
ખોતરતાં એ જખમોને ઘાવમાં જીવ્યાં;

થઈ જિંદગી હાલક ડોલક તારા વિના,
પછી તો ડૂબતી જીવન નાવમાં જીવ્યાં;

તડપે છે મળવાને ધરતીને આ "વ્યોમ"
મળશે એ ક્ષિતિજે એ ભાવમાં જીવ્યાં;.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111885680
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now