Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી દિલધડકનને સ્પર્શી જશે ચાહત મારી.
કલ્પનાતીત એમાં ધરબી જશે ચાહત મારી.

તું કદાચ નહીં માને પણ તારે રાહ જોવી ઘટે,
પળેપળ એ તુજને સ્મરી જશે ચાહત મારી.

વાત આ ઉરની છે , શક્ય છે ગળે નહિ ઉતરે,
તારા વિયોગે સતત તડપી જશે ચાહત મારી.

શબ્દોથી શું સમજાવું તને વ્યથા મારા દિલની,
અનરાધાર વરસીને હરખી જશે ચાહત મારી.

સંબંધ, અનુબંધ, પ્રબંધ ક્રમાનુસાર ગતિવિધિ,
એકાંતની ક્ષણોમાં એ વલખી જશે ચાહત મારી.

નથી સ્થાન નૈરાશ્યનું મુજ જીવનપંથની સફરે,
મિલનોત્સુક હૈયાંઓ સમજી જશે ચાહત મારી.

શું થયું તું ઈશ્વર છે એટલે? તારા હોવાનું ગૌરવ,
તું ખુદ લાગણીપ્રવાહ પરખી જશે ચાહત મારી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111885468
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now