Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જળસંચય કરીએ આજ, આભેથી વરસ્યો વરસાદ.
રાખી હરિવરે સૌની લાજ, આભેથી વરસ્યો વરસાદ.

સરોવર, નદીને વાવકૂવા ભરી દીધા મેઘરાજાએ ઘણા,
કરીએ બોરનેય રીચાર્જ, આભેથી વરસ્યો વરસાદ.

વહી ન જાય પાણી ખોટીરીતે સમદરના પેટાળમાંહી,
"ભોંટાંકે સાચવો" છે અવાજ, આભેથી વરસ્યો વરસાદ.

હોય શક્ય એટલું ભરીને સાચવી લઈએ કુદરતીપ્રસાદ,
જળતંગી નિવારવાને કાજ, આભેથી વરસ્યો વરસાદ.

જળ એ જ જીવન છે એનું જતન કરીએ શાણી વાત,
બનીએ એક માનવ સમાજ, આભેથી વરસ્યો વરસાદ.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111885178
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now