.... " ભીતરની યાદ "
કહે છે બધાં કે બહાર વરસાદનો ઉકળાટ છે;
પણ હું જાણું છું કે ભીતર યાદનો તરવરાટ છે;
અસહ્ય બફારા બાદ આ વાદળ વરસશે જરૂર;
તારા સ્મરણમાં જ પછી આ દિલ તરસશે જરૂર;
પલળશે જરૂર આજ શરીર વરસતા વરસાદમાં;
પણ ભીંજાશે હૃદય બસ તારી યાદના ઉન્માદમાં;
કેટલી અહલાદક હશે આપણા મીલનની ઘડી;
થઈ જશે અનમોલ એ આપણા જીવનની ઘડી;
નહીં જ રહી શકું દૂર તારાથી ક્ષણભર "વ્યોમ"
નહીં જ છોડું હું હાથ તારો જીવનભર "વ્યોમ"
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર