" એકમેકના પૂરક ભક્તિ, શક્તિ ને મુક્તિ "
મારાં વિચારો ને મારી તો છે એક ઉક્તિ;
એકમેકના પૂરક ભક્તિ, શક્તિ ને મુક્તિ;
કરો ભક્તિ શ્રદ્ધાથી તો મળે છે ભગવાન;
કરો સાર્થક શક્તિ તો મળે માન સન્માન;
ભક્તિ, શક્તિ વચ્ચે એટલું તો કહેવું રહ્યું;
જન્મ મરણના ફેરામાં સુખ દુઃખ સહેવું રહ્યુ;
લાખ ચોર્યાસી ફેરાથી મેળવવી હોય સદ્ગતિ;
ભક્તિ ને શક્તિ થકી મળે છે જીવને મુક્તિ;
ઈચ્છું મળે શક્તિ એવી, કરવા અનન્ય ભક્તિ;
જેથી મળે "વ્યોમ" જીવન મરણ ફેરાથી મુક્તિ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર