" કોઇ સાથે "
( ગઝલ )
કોઇ સાથે જાત ના સરખાવવી.
કોણ કેવા વાત ના સરખાવવી.
એક જેવો ના રહે ક્યારે સમય;
એટલે કો' રાત ના સરખાવવી.
ચાંદ સૂરજ જેમ છે સારા જ છે;
ક્યાંય પણ ઓકાત ના સરખાવવી.
કોઇ પણ વાતે ઘમંડ ન રાખવો;
કે સમયની લાત ના સરખાવવી.
જિંદગી જેવી મળી નિભાવવી;
ક્યાંય પણ સોગાત ના સરખાવવી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા