..." દરિયા હજાર તરી ગયાં "
હૃદયમાં વસીને એ તો ધબકાર બની ગયાં;
પ્યાર અમે પણ એમને બેશુમાર કરી ગયાં;
નજર મેળવી 'તી નજરથી જરા મુસ્કુરાતાં,
ને, આંખોને સમણાંના તહેવાર મળી ગયાં;
આપ્યું છે આંખોથી એમણે કેવું નિમંત્રણ?
કે, નજર ઝુકાવી એ વ્યવહાર ધરી ગયાં;
સુખ ચેન અમારું એવું તો ઝૂંટવી લીધું છે,
અમે રાત દિન યાદોનો દરબાર ભરી ગયાં;
એમના મિલનની તલબ એવી લાગી "વ્યોમ"
કે, એક સાથે અમે દરિયા હજાર તરી ગયાં;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર