જન્મ અને મૃત્યુ વચ્ચે જીવાય છે જિંદગી.
છે ગણિત અટપટું તોય ખમાય છે જિંદગી.
એક વત્તા એક બે ને બદલે શૂન્ય પણ થાય,
હિસાબને હેઠો મૂકીને વલખાય છે જિંદગી.
ઢાળ તો ભાગ્યે જ જોવો તમે સંજોગોમાં,
બાકી ચઢાણ આંકરાં તોય ચડાય છે જિંદગી.
ખુશીગમના દ્વંદ્વમાં વીંટળાઈ જતી એ કેવી!
નિષ્ફળતામાં અશ્રુભેટ દઈ જાય છે જિંદગી.
રોજરોજ નિતનવી વ્યાખ્યાઓ થતી એની,
પણ એનેય ક્યાં કદીએ સમજાય છે જિંદગી.
ગણો તો અટપટા એક કોયડા જેવી લાગશે,
ઉત્તર એક કરતાં વધુ રખે મનાય છે જિંદગી.
સતત ચાલતા રહેનારને છે એ શુકનવંતી નાર,
વિજયમાળ કોટમાં એની દેખાય છે જિંદગી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.