એક ખૂબ ભયાનક ડ્રાઈવિંગ અનુભવ
----------
ઈશ્વર સત્ય છે. રક્ષા કરી.
આજે મારો મોટો પુત્ર ગુડગાંવ જવા રાજધાનીમાં નાનાં બાળકો સાથે ગયો. આમ તો હું મૂકવા જવાનો હતો. નીકળવા ના સમયે જ સાડા ચારે જોરદાર વરસાદ તુટી પડયો. માત્ર બે દિવસ કોઈ કામસર આવેલ નાનો પુત્ર, પુત્રવધૂ કહે તમને વરસાદમાં તકલીફ પડશે, અમે મૂકી આવીએ.
તેઓ રાજપથ રોડ થોડાં પાણીમાં હતો તેમાંથી નીકળી સ્ટેશન પહોંચાડ્યા. ત્યાંથી 6.30 ના નીકળ્યા અને વરસાદ ની સ્પીડ જે વધી!
ઈનકમટેકસ પાસે એક વાર ફસાયા, એકસેલરેટર જોરથી આપી ફર્સ્ટ માં કાઢી ત્યાં થલતેજ ગુરૂદ્વારા ની બાજુનો રસ્તો બંધ . વાઇપર ફૂલ ચાલુ કર્યાં છતાં સામે કાઈં દેખાય નહીં.
જોતજોતામાં કારના પૈડાં અને પછી બોનેટ સુધી પાણી આવી ગયું.
સિંધુ ભવન રોડ પકડતાં કાર ની નીચેથી ધન.. ધન.. અવાજ આવવા લાગ્યો. પાણીના હિલોળા તળિયે અથડાતાં હતા. થોડી વારમાં બેય બાજુ બારણાં પર માર વાગવા લાગ્યો. બે ત્રણ વાર કારના છાપરાં પર થઈ છાલકો ગઈ. એક વાર તો કાર રીતસર ફંગોળાઈ.
જેમતેમ રાજપથ રોડ પકડ્યો. સદભાગ્યે ત્યાં સિંધુ ભવન ની જેમ દરિયા જેવા હિલોળા નહીં પણ બોનેત ને અડવા આવે એટલું પાણી.
ખૂબ રેસ કરી ઢાળ ચડાવી બોપલ રોડ પર લીધી તો વકીલ સાહેબ બ્રિજ થી સર્વિસ લેન માં ગોઠણ સમાણા પાણી. સ્વામિનારાયણ મંદિર થી નવો રોડ પકડ્યો ત્યાં ક્યાંક પાણી અડતાં લાઈટ અને હોર્ન બંધ, રસ્તાની લાઈટો બંધ.
જેમ તેમ મારા બીરવા બંગલો ના ગેટ પાસે આવ્યાં તો ચોકીદાર કહે સોસાયટી નો રસ્તો ગોઠણ જેટલા પાણીમાં છે. કાર બહાર રોડ પર સેફ રહેશે.
પુત્રએ ગુરૂદ્વારા પાસેથી આખો 6 થી 7 કિમી રસ્તો ફર્સ્ટ ગિયર માં રેસ કરતાં પસાર કર્યો. એ પણ કાર ની બેય બાજુ અને તળીયે વાગતી થપાટો વચ્ચે. અહીં પણ બે ત્રણ વાર પાણી બની સાથે ટકરાઈ પ્રમાણ માં ઊંચી ડીઝાયર કારના છાપરાં પર થી ઉડ્યું. આગળ ને પાછળ કે સાઈડમાં કાઈં દેખાય નહીં એમ. નદીમાં તણાતા હોય એમ કાર કાઢી.
a really horrible experience.