" બારણે "
( ગઝલ )
આવવા દે રોકજે ના બારણે.
એમને તું ટોકજે ના બારણે.
કોઇ દુઃખને લઇ ભલે આવે અહીં;
કેટલા છે પૂછજે ના બારણે.
બોજ જીવનનો ઉપાડી આવશે;
શિર ઉપરનો જોખજે ના બારણે.
કે નિરાસા બાથમાં લેવી ગમે;
તું નિસાસા છોડજે ના બારણે.
જેમ છે Bન્દાસ એવો આવજે;
જાતને તું મૂકજે ના બારણે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા