રાજ્યમાં નશાબંધી
રાજ્યમાં નશાબંધીનો ઘણો છે રૂઆબ ,
તેને વેચનાર તો લાગે છે મોટો નવાબ .
માટે તો શેરીએ શેરીએ વેચાય છે શરાબ ,
તે શહેરને નથી લાગતુ ક્યારેય પણ ખરાબ .
હવે તો કેટલાકને ખાવા મળતી નથી રાબ ,
તો પણ તે જુવે છે નશાના જ મોટા ખ્વાબ .
નશા યુક્ત વસ્તુનો વધ્યો છે ઘણો જ વેપાર ,
તે ગુનાનો તો કોણને ક્યારે આપશે જવાબ ?
વ્યસનીનું તો શરીર થાય છે અહર્નિશ ખરાબ ,
વ્યસન વિના તો ના રહિ શકે એક પળ જનાબ .
છતાં વ્યસનીને જોઈએ ગરમા ગરમ કબાબ ,
આવા નશાનો કોણ ને ક્યારે રાખે છે હિસાબ ?.
કાળમુખી શરાબ
વ્યસનીને તો આવે છે શરાબના જ ખ્વાબ ,
એ તો છે આ કાળમુખી શરાબ.
લતને લીધે જાય છે લક્ષ્મી, લાજને રૂઆબ,
એ તો છે આ કાળમુખી શરાબ.
પીનારનું તો લિવરને કરે છે ખરાબ ,
એ તો છે આ કાળમુખી શરાબ.
વ્યસનીઓ તો મનથી પોતાને માને નવાબ,
એ તો છે આ કાળમુખી શરાબ.
વ્યસની પરિવારને પરાણે મળે છે રાબ ,
એ તો છે આ કાળમુખી શરાબ.
એ તો જીવતા છતા મરેલા લાગે જનાબ,
એ તો છે આ કાળમુખી શરાબ.