કહેવું મારું ગમતું નથી, મૌન ધારણ કરું છું હું,
મારું મૌન જરાય ખટકે, તો કહી દે જે મને તું.
કંઈ જ નથી કહેવું તને નક્કી કરી લીધું મેં,
આ મૌન કદી સમજાય તો કહી દે જે મને તું.
સંવાદથી તું રિસાઈ શબ્દોથી ચુપ રહું છું હું,
શબ્દો મારા સમજાય તો કહી દે જે મને તું.
નાદાન નથી સંબંધોની ગરિમા સમજું છું હું,
ગરિમાની કિંમત સમજે તો કહી દે જે મને તું.
નિભાવી સંબંધો નિઃસ્વાર્થ ભાવે ખર્ચાવું છું હું,
અબૂધ પ્રેમની ભાષા સમજે તો કહી દે જે મને તું.
તારા સમયને પામવા ઘણી રાહ દેખું છું હું,
સમયની કિંમત સમજાય તો કહી દે જે મને તું,
હું છું આજે તો મારો સાથ માણી લે ને તું,
આજનું મહત્વ સમજે તો કહી દે જે મને તું.
મને માફ કરજે મૌન કથા કરું છું હું,
વાતનો મર્મ સમજાય તો કહી દે જે મને તું.
સાચું કિંમતી છે સ્વની ઓળખ નિર્ણય કરું છું હું,
સંઘર્ષની વેદના અનુભવે તો કહી દે જે દર્શુને તું..
Darshu Radhe Radhe