" રોજ તારા જેમ "
( ગઝલ )
રોજ તારા જેમ ઝગમગતા રહો.
યાદ રૂપે રોજ સળવળતા રહો.
જિંદગીનો એક એ આધાર છે;
પ્રેમ માટે ખાસ ટળવળતા રહો.
પ્રેરણા લેજો સફળતા જોઇને;
ક્યાંય ઇર્ષામાં ન બળબળતા રહો.
એકદમ નિર્મળ બનીને જીવજો;
કે ગુસ્સે થઇને ન તમતમતા રહો.
જિંદગીભર બસ ઝઝુમો ક્યાંય પણ;
એક ઠેકાણે ન હલબલતા રહો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા