" પ્રેમ થાય તો "
( ગઝલ )
વાત આગળ વધારો ભલા પ્રેમ થાય તો.
ક્યાંક શીરી ને ફરહાદની જેમ થાય તો.
નીકળે કોણ કેવા ખબર ના પડે ભલા;
કે બધા કારણો શોધજો વ્હેમ થાય તો.
હાર માની અને બેસતા ના તમે કદી;
જીતવાના પ્રયાસો કરો ગેમ થાય તો.
ભૂલતા ના તમે ક્યાંય તરવાની રીતને;
આ સમય ક્યાંક છલકાઇને ડેમ થાય તો.
યાદ રાખે તહેવારની જેમ હું સમય;
આજ Bન્દાસ બોલો કુશળક્ષેમ થાય તો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪ + લ ગા