નવાં વરસની થતી શરુઆત અષાઢીબીજે.
વાદળથી વાત કરે જગતાત અષાઢી બીજે.
રથયાત્રા જગન્નાથની શહેરમાંથી નીકળતી ,
જાણે જુદું જ લાગે છે પ્રભાત અષાઢી બીજે.
જગતની ભાળ લેતા જગદીશ આવે ઘેરઘેર,
થાય ' જય રણછોડ ' નાદ સંઘાત અષાઢી બીજે.
ભક્તોની ભીડમાં જગન્નાથ હરખાતા હશે,
હરિ જાણે નીકળ્યા છે સાક્ષાત અષાઢી બીજે.
નગરચર્યા જોવાને હરિવર ટહેલતા વિચરતા,
વાત્સલ્ય ઊભરે કરીને મુલાકાત અષાઢીબીજે.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.