--" આપણે આપણી મોજમાં રહીએ "
દુનિયા બોલે તો બોલવા દઈએ, આપણે તો આપણી મોજમાં રહીએ;
એકલ દોકલ ભલેને રહીએ, પણ આપણે તો ખુદની જ ફોજમાં રહીએ;
કરે જો કોઈ જોઈને અવગણના આપણી તો, એને એ કરવા દઈએ!
કરી જઈએ એવું કામ કંઈક કે, આપણે તો એમની જ નોંધમાં રહીએ;
કોઈ જો નડે તો ઊભા રહી જઈએ ને એ રસ્તેથી ખુદ જ ખસી જઈએ,
બનીએ તો કોઈનો સહારો બનીએ, પરંતુ ના કોઈના અવરોધમાં રહીએ;
એતો વસે છે હર કણ કણમાં મનવા, "વ્યોમ" અહીં તહીં ના ભટકીએ!
મળી જાય પથ્થરમાંય ઈશ્વર, સાચી શ્રદ્ધાથી જો એની શોધમાં રહીએ;
*વ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર