" આજે તો કહો "
( ગઝલ )
ખાનગી એ વાત આજે તો કહો.
કેમ વીતી રાત આજે તો કહો.
જીવ કાઢી નાખતો હું પ્રેમમાં;
લાગણી, જજબાત આજે તો કહો.
આપતો હું રોજ કેવી લાગતી;
ફૂલની સોગાત આજે તો કહો.
કોણ આપીને ગયા હિંમત ભલા;
પ્રેમની તાકાત આજે તો કહો.
હું ફના Bન્દાસ થાવાનો સદા;
શું હતી ઓકાત આજે તો કહો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગા લ ગા ગા × ૦૨ + ગા લ ગા