રીમા પોતાના પિતા સાથે મર્સિડીઝ કારમાં વિકેન્ડ પર પોતાના ફાર્મ હાઉસ પર જઈ રહી હતી. તેના પિતાએ આ વિકેન્ડ પર પ્રોમિસ આપ્યું હતું કે તે તેને આઉટ ઓફ સીટી નહીં પણ આઉટ ઓફ કન્ટ્રી લઈ જશે પણ બિઝનેસમાં થોડા ઉતાર ચઢાવના કારણે એ પોસિબલ ન બન્યું જેથી તેનો એ પ્લાન સક્સેસ ન ગયો અને તેના માટે થઈને તે પોતાના ફેમિલીને લઈને પોતાના ફાર્મ હાઉસ પર જઈ રહ્યા હતા જે એકાદ વર્ષથી પણ વધારે સમય વીતી ગયો હશે ત્યાં જવા માટે હવે ફાર્મ હાઉસ પરના રસ્તાઓ નું સમારકામ ચાલી રહ્યું હતું ત્યાં રીમાના પિતા જુએ છે કે રીમાની જ ઉંમરની એક દીકરી પોતાના પપ્પાને તેના કામ માટે મદદ કરી રહી છે અને તેનું કામ સારું થઈ જવાથી તે પોતાના હાથમાં ધૂળ અને રેતીનું છબલુ લઈ અને ડિસ્કો કરી રહી છે જાણે તેને કેટલું સુખ પ્રાપ્ત થઈ ગયું છે જ્યારે ખાલી એક ઈચ્છા પૂરી ન કરી શકવાથી રીમા એના પપ્પા થી નારાજ થઈ ગઈ છે.
ખરેખર આપણે જ બાળકોને સાચો આનંદ શું છે એ શીખવી નથી શક્યા માટે તેઓ માણી નથી શકતા નાની નાની ખુશીઓને પણ મહેસુસ કરવી જોઈએ પણ આપણે એટલું બધું બાળકોને અપેક્ષાઓથી ભરપૂર જીવન આપી દઈએ છીએ જ્યારે એ જ અપેક્ષાઓ પૂર્ણ થતી નથી ત્યારે બાળક ઉદાસ થઈ જાય છે એક ગરીબ વ્યક્તિ પણ નાનકડી ખુશી મળવાથી આનંદિત થઈ જાય છે જ્યારે અમીર વ્યક્તિ એક નાનકડી ઈચ્છા પૂર્ણ ન થવાથી પોતાના આનંદને ખોઈ બેસે છે.જય દ્વારકાધીશ 🙏🏻