" સઢ તારા હાથ પ્રભુ "
નાખી મેં હોડી ભવસાગર, સઢ તારા હાથ પ્રભુ;
ડૂબાડ હોડી કે પછી તું જ પાર એને પાડ પ્રભુ;
હાથ હલેસાં કરી, આત્મવિશ્વાસે આગળ વધું!
હોય મઝધાર કે કિનારો, માંગુ તારો સાથ પ્રભુ;
તારા બતાવેલા માર્ગ પર ચાલવા કરું હું કોશિશ,
આ કલિયુગમાં થાય ભૂલચૂક તો કર માફ પ્રભુ;
હું તો છું તમારું જ બનાવેલું એક અબુધ પ્રાણી,
ને તમે હજાર હાથ વાળા સૌનાં તારણહાર પ્રભુ;
સુખે-દુઃખે સાંગોપાંગ ભવસાગર તરું "વ્યોમ"
મારી પહેલી અને અંતિમ છે એટલી માંગ પ્રભુ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર