Gujarati Quote in Thought by Dave Yogita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુડ મોર્નિંગ દોસ્તો
બીજો પ્રેમ! - વાતો કંઇક મારી અને તારી

પ્રેમ મારો ફેવરીટ વિષય છે, એટલે એના વિશે લખવાનું ચાલુ કરી રહી છું ત્યારે મેં કશું વિચાર્યું નથી.હા, લખવું છે એ ફાઈનલ વાત છે.આજે આપણે તમારી અને મારી જિંદગીને મળતી વાતો કરીએ. કદાચ, હા એવું બની શકે કે મને તમારા વિશે કશી ખબર છે નથી, તોય એવું લાગે કે હું જે શબ્દો લખી રહી છું એ તમારા જીવનનું જ વર્ણન કરી રહ્યા હોય.

આ દેહ જ મનુષ્યને મનુષ્ય સાથે પ્રેમ કરવા માટે જ,બહુ પ્રેમથી ઉપરવાળા એ ઘડ્યો છે.કેમકે, કોઇએ કહ્યું છે કે નફરત કરવા માટે આ જિંદગી બહુ નાની છે.

જીવનમાં નાના મોટા બધાને પ્રેમ કરતા રહો. પ્રેમ એટલે કોઈ એક જ વ્યક્તિ, એવું ભૂલી જાવ. ખબર નહિ આપણા મગજમાં કોણે નાખી દીધું છે કે આંખ બંધ કરી અને પહેલી જે તસ્વીર આપણા મગજમાં કે મનમાં આવે એ આપણો પ્રેમ.ના..હોય એવું.

પ્રેમ એટલે ક્યારેય એક વ્યક્તિ હોય જ ના શકે. જીવનમાં અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ પ્રકારનો પ્રેમ થયા જ કરતો હોય અને થતો જ રહેવો જોઈએ. કેમકે, તમે માણસ છો જે તમે માનો કે ન માનો પણ છો તો ખરા જ.

બધાના જીવનમાં અલગ અલગ પ્રકારના પ્રેમ અલગ અલગ સમયે આવ્યા હશે અને થયા પણ હશે.

પહેલા સૌથી વધારે પ્રેમ માં બાપને કરતા હોય તો પછી કોઈ પડાવ પર કોઈ દોસ્ત એવો આવી જાય કે જેના માટે જીવ દેવા પણ તૈયાર થઈ જાય. એક પડાવ પર પ્રેમી કે પ્રેમિકા માટે પ્રેમ વધી જાય, આ પ્રેમી અને પ્રેમિકા માટે જેને એક સમયે સૌથી વધારે પ્રેમ કર્યો હોય, એવા માં-બાપને પણ છોડી દઈએ.
જીવનના આગળના પડાવ પર પોતાના સંતાનોનું મહત્વ વધી જાય. અહીં પતિ અને પત્ની એકબીજા સાથે ઝગડી પડે , ક્યારેક ઝગડો વધી જાય તો છૂટાછેડા પણ થઈ જાય. આ એ જ વ્યક્તિ હોય, જેના માટે માં બાપ સાથે ઝગડી પડ્યા હોય.
ઉંમરના આગળના પડાવ પર પૌત્ર કે પૌત્રીની મહતા વધી જાય. આ પૌત્ર પૌત્રી માટે સંતાનો સાથે ઝગડી લઈએ, જે સંતાનો માટે આખી દુનિયા સાથે ઝગડી પડ્યા હોય. એ ઝગડો વધી જાય તો સંતાનો અને આપણા ઘર પણ અલગ થઈ જાય. બસ, આ ચક્ર આમ જ ચાલ્યા કરે અને પ્રેમ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિમાં બદલાતો જાય.

આમ, આપણા જીવનમાં પહેલો પ્રેમ, બીજો પ્રેમ એવું નહિ. મનુષ્યને પોતાના જીવનકાળમાં બહુ બધા પ્રેમ બહુ બધી વાર થાય છે.આ વાતમાં મહત્વની વાત એક જ છે કે

જીવનના દરેક પડાવમાં પ્રેમ કરતા રહેવુ જોઈએ.

બાકી, નફરતના પરીણામ અને કિસ્સા છાપામાં રોજ વાંચવા મળે છે. તમારી અંદર જો પ્રેમ વસતો હશે તો તમે ક્યારેય કોઈને નફરત નહિ કરી શકો.પણ પહેલી શરત પ્રેમની એ છે કે પહેલા પોતાની જાતને પ્રેમ કરો. જ્યારે જ્યારે તમને તમારાથી નફરત થશે ત્યારે ત્યારે તમને કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે નફરત થશે. અને મેં પહેલા જ કીધું કે નફરત કરવા માટે આ જિંદગી બહુ નાની છે.

જો તમને પ્રેમ કરતા આવડી ગયું તો પછી વાત જ પૂરી. તમારા માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી. એકવાર તમારા કામને પણ પ્રેમ કરો.


એક પ્રેમ જ છે જે મનુષ્યની અંદર રહેલા મનુષ્યને જીવતો રાખે છે.

યોગી

Gujarati Thought by Dave Yogita : 111879956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now