.... " પ્રકૃતિ કરી રહી પોકાર "
પ્રકૃતિ કરી રહી છે પોકાર;
હવે તો માનવ છોડે વિકાર;
રાત 'દી કાઢી નિકંદન વૃક્ષોનું
ઈચ્છે કે વરસે વર્ષા શ્રીકાર;
નદી, નાળા તો સૂકાતાં ગયાં,
ચોમેર છે જળ માટે હાહાકાર;
ખનીજ બહાને, ખનન કરી ધરા!
ધરતી પણ વરસાવે છે ધિક્કાર;
ફેલાવ્યું પ્રદૂષણ આધુનિકતામાં,
ને શુધ્ધ હવાનો પાડ્યો દુષ્કાળ;
માનવ કર્મોનું જ આ પરિણામ,
છે આફતો તો કુદરતનો પ્રતિકાર;
પ્રકૃતિ જ તો છે જીવન "વ્યોમ"
એ સત્યનો હવે તો કરો સ્વિકાર;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર