પ્રભુ તું સૌનો તારણહાર.
હરિ તું સૌનો કર ઉદ્ધાર.
તારા શરણે જે કોઈ આવે,
મેલી અહંને મસ્તક નમાવે,
ૠણ કોઈનું ન રાખે લગાર...પ્રભુ.
દેવદયાનિધિ દીનદયાળુ,
શરણાગતનો સ્વીકાર,
જેને તારો એક જ આધાર...પ્રભુ.
હોય પાપી કે પુણ્યશાળી,
દેતો પાતક સઘળાં બાળી,
કરે જો પ્રાયાશ્ચિતે પોકાર...પ્રભુ.
કૈંક તાર્યાને હજુએ તારજે,
ગ્રહી બાંયને તું સંભાળજે,
આપજે જીવમાત્રને આવકાર..પ્રભુ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.