🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ચાલને એક નવી કોશિશ કરીએ ,
કોઈના વિશે બોલવા કરતાં કોઈની સાથે બોલીએ .
શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે , પણ ….. મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે .
બદલો લેવામાં શું મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે , તમે સામેવાળાને બદલી નાખો .
સંબંધ તો એવા જ સારા ,જેમાં હક પણ ન હોય, અને ……. કોઈ શક પણ ન હોય .
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી .
તેથી ……બધા કહે છે ,જમાનો ખરાબ છે.
ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી મા ,
પણ ……. ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં .
જ્યારે નાના હતા , ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા ,અને ........જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા .
જો નિભાવવાની ચાહ બંને તરફ હોય તો , દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તૂટતો નથી .
તમારા ચહેરા પરનું સ્મિત , એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે.
પણ ……. એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો , તો એ તમે કુદરતને આપેલી Return Gift છે.
દોડી ગયા છે જે ……. એમને શું ખબર કે , સાથે ચાલવાની મજા કેવી હોય છે ?
ખૂબ સહેલું છે , કોક ને ગમી જવું ,
અઘરૂં તો છે, સતત ગમતા રેહવું.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻