उद्यमेनैव सिध्यंति कार्याणि न मनोरथै:।
न हि सुप्तस्य सिंहस्य प्रविशंति मुखे मृगा:॥
*વિન્યાસ* उद्यमेन एव।
*ભાવાર્થ* જો ધારેલાં કામો પાર પાડવાં હોય તો
એને માટે તનતોડ મહેનત કરવી પડે છે,
માત્ર સંકલ્પ કરીને બેસી રહેવાથી
એ કાર્યો પૂરાં થઇ જતાં નથી;
જેમ હરણાંનો શિકાર કરવાની ઇચ્છાથી
મ્હોં ખુલ્લું રાખીને સૂઈ ગયેલાં સિંહનાં મ્હોંમાં
હરણાં આપોઆપ આવીને પડતાં નથી -
એને માટે એણે આળસ છોડી
હરણાંનો શિકાર કરવો પડે છે.
🙏 શુભ શનિવાર! 🙏