" સ્વપ્નશીલ આંખો "
સ્વપ્નશીલ આંખો હિલોળે ચઢી છે;
નજરથી નજર જ્યાં ઝરૂખે મળી છે;
સજાવ્યાં છે રંગબેરંગી સ્વપ્ન દિલમાં,
ને, એક મનોહર છબી હૃદયે ઘડી છે;
કોતરાવ્યું એક નામ હૃદયની તક્તિ પર,
ને, શણગારીને એ મનની ભીંતે મઢી છે;
લલકારી લઉં એ ગઝલ તમારી સમક્ષ,
ક્યાંક ભૂલાઈ ન જાય જે હોઠે ચડી છે;
ઊભો છું "વ્યોમ" રાહમાં કરતો પ્રતીક્ષા,
કે, પ્રણયની જ તો અનમોલ એ ઘડી છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર