😊 કાળી કોયલ
ઓ કાળી કોયલ, તુ કેટલું મીઠું અને સુરિલું ગાય છે;
પણ શું તાન લગાવી લગાવીને, તું થાકતી નથી?
એક સરખો કલરવ કરી કરી, તું સાચેજ થાકી જતી હશે,
પણ કેરીને બી, મધ જેવી મીઠી બિ, તું જ બનાવે છે ને!
તારા સુરો એનામાં સમાઈ જાય છે, ખટાશ મીઠાશ માં બદલાઈ જાય છે
અમારે સાચેજ તારી પાસે આં અગત્ય ની વાત સમજવી જોઈએ;
કડવું ઝેર ઉગળવાનુ બંધ કરી, મીઠું બોલતાં શીખવું જોઈએ
Armin Dutia Motashaw