Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" આપણે "
( ગઝલ )

ના થયા નોખા સફરમાં આપણે.
આવતા સૌની નજરમાં આપણે.

ઓળખી સૌ કાઢતા લોકો બધા;
કે હતા છાપે ખબરમાં આપણે.

પ્રેમમાં છે એકબીજા સૌ કહે;
જો ફસાઇ ગયા ચકરમાં આપણે.

ખાસ ચર્ચાનો વિષય બનતા ગયા;
થઇ ગયા ફરતા નગરમાં આપણે.

અંત વેળા પણ ન છોડ્યો સાથ તો;
સાથમાં પોઢ્યા કબરમાં આપણે.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ:રમલ=ગાલગાગા×૦૨+ગાલગા

Gujarati Poem by Rakesh Solanki : 111877533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now