" પહેલી નજરમાં "
( ગઝલ )
પહેલી નજરમાં થયો પ્રેમ છે.
છતાં પણ મને તો હજી વેમ છે.
મજા આવતી ના મને ક્યાંય પણ;
મને દોસ્ત પૂછે ભલા કેમ છે.
નથી હારવાનો કદી ખેલમાં;
હૃદય જીતવાની ખરી ગેમ છે.
સમય તો મને આપશે ગમ ઘણાં;
ખુશી પામવાંની ખરી નેમ છે.
બધા સુખ મને આજ મળતા થયા;
કે Bન્દાસ આજે કુશળક્ષેમ છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ:મુતકારીબ=લગાગા×૦૩+લગા