અંધશ્રદ્ધામાં અટવાતો માણસ.
ચમત્કારોથી ભરમાતો માણસ.
ઈશનેય પોતાના જેવા ગણતો,
ટોળામાં એ ઊભરાતો માણસ.
' શોર્ટકટ ' ને અપનાવવા માટે એ,
ઠેરઠેર વળી છલકાતો માણસ.
માણસનેય ઈશ્વર સમજતો એ,
તેથી જ વારંવાર ફસાતો માણસ.
અંજાઈ જતો થઈને પ્રભાવિત,
ધંધાનેય એ ધર્મ ગણતો માણસ.
રે પડ્યું છેટું કેવું ઈશ્વરથી એને,
ઈશ્વરના નામે છેતરાતો માણસ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.