🙏આંતરરાષ્ટ્રીય 'ચા' દિવસની શુભકામના 🙏
" ચા"ની ચૂસકી"
છે મીઠી ને મધુરી ચાની ચૂસકી;
તારા વિના અધુરી ચાની ચૂસકી;
સૂર્ય ઊગે પણ ઊગે નહીં દિવસ,
એવી છે મજબૂરી ચાની ચૂસકી;
અંતર તારા મારા વચ્ચે છે એટલું,
હોઠથી હોઠની દૂરી ચાની ચૂસકી;
હાથમાં હોય હાથ સાથે ચાનો કપ,
કરે હર ઈચ્છા પૂરી ચાની ચૂસકી;
હોય સંગ મિત્રો "વ્યોમ" કીટલી પર,
વાગોળે યાદો જૂની ચાની ચૂસકી;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર