" અલગ છે બધા સૌ "
( ગઝલ )
નથી એક જેવા સમાજે સમાજે.
અલગ છે બધા સૌ મિજાજે મિજાજે.
બધાની અરજ સાંભળે છે ખુદા પણ;
અલગ બંદગી છે નમાજે નમાજે.
કરે છે કરામત ઘણી જીભથી સૌ;
પડે છે જુદી એ અવાજે અવાજે.
કે વસુલાત કરતા અલગ રીત રાખે;
બદલતા પ્રણયને તકાજે તકાજે.
ન Bન્દાસ થાતા કદી કોઇ ક્યારે;
ન પાળે નિયમને રિવાજે રિવાજે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪