સુખદુઃખમાં હરહંમેશ સાથ નિભાવે છે જીવનસાથી.
જીવનનું મહત્વનું અંગ બનીને આવે છે જીવનસાથી.
રથના બે ચક્રવત્ હોય છે ભૂમિકા દંપતિ તણી સદા,
હમસફર બની જઈ હમકદમ મિલાવે છે જીવનસાથી.
પ્રક્ષેપ બનીને પતિનો હરમુસીબતમાં ખડે પગે રહેનારી,
આફત અબ્ધિમાં એ સાથ સદૈવ પૂરાવે છે જીવનસાથી.
પુરુષ માટે અડધું અંગ બનીને અર્ધાંગિની કહેવાય છે,
સાથ, સહકાર, સ્નેહ અર્પી સાચા ગણાવે છે જીવનસાથી.
પ્રેમ,ઔદાર્યને સમજશક્તિ લક્ષ્મીનારાયણ સ્વરુપ છે,
વય વીતતાં વાર્ધક્યે પણ લગ્નદિન મનાવે છે જીવનસાથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.