ચાલને સજની આરતી હરિની કરીએ.
ચાલને સજની દીદાર હરિના કરીએ.
આવે હરિવર પ્રાર્થનાને સ્વીકારી.
સંગ સીતાને રઘુવીર છે ધનુર્ધારી.
એવા હરિવરનાં ઓવારણા લઈએ...ચાલને.
દેહને માની રૂને એની વાટ મૂકીએ.
પ્રેમપદારથ સ્નેહન કરી ઝબોળીએ.
ભક્તિ સુગંધ કપૂર એમાં ઉમેરીએ...ચાલને
ત્યાગ ઊર્જાથી તેજ હવે પ્રગટાવીએ.
ષોડસોપચારે કરી પૂજન રાજોપચાર માનીએ,
અંતરયામી આરતથી અપલક નૈને અવલોકીએ ..ચાલને
જન્મોજન્મની દરશનની તરસ આપણી,
કરુણાનિધાને લીધી ભક્તિ એને ગણી,
મનોહર મૂરત રામતણી લોચનમાં ભરી લઈએ..ચાલને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.