" સારું હોત "
અમથું આમ કોઈ ન રૂઠયું હોત તો સારું હોત;
ભરસભાથી પછી ન ઊઠ્યું હોત તો સારું હોત;
હવે કોઈ પસ્તાવો કરવાથી કાંઈ વરે એમ નથી,
પહેલાંથી જ જરા વિચાર્યું હોત તો સારું હોત;
બોર તો વીણી રાખ્યાં મેં પણ કોઈની ચાહમાં,
એક એક બોર બસ ચાખ્યું હોત તો સારું હોત;
દર્દ બહુ થાય છે જ્યારે કોઈ છોડીને જાય છે,
ભીતરમાં જ કોઈ ન વસ્યું હોત તો સારું હોત;
પ્રણયનો પર્યાય વિરહ જ કેમ હોય છે? "વ્યોમ"
લલાટે અમારા એ ન લખાયું હોત તો સારું હોત;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર