અલગ થઈ રહ્યા એ મજા માં રહ્યા
હું તો કહું છું કે અમે અથવા માં રહ્યા..
નિર્દોષ નિખાલશ અને ભોળા સરળ
ક્યારેક અમે એવા બાળકો માં રહ્યા..
વર્ષો વીત્યા એની યાદો છે કાયમ
આ પ્રેમ પંથે તો અમે બસ પ્રતીક્ષા માં રહ્યા..
ગયા હતા જયારે એ મુખ મલકાવી હંમેશા માટે
ફરી મળ્યા શમણે ને અમે એના સ્વાગત માં રહ્યા..
કોણ સ્વીકારે અહીં જગત માં કોઈ ભૂલ એની
જવાબ પણ એના હમેશા મારાં સવાલ માં રહ્યા...
આ થરથરતી કલમે લખુ છું હું ગઝલ જેના માટે ભરત
ખોવાય ગયા એજ જે હર વચને રહ્યા..