કોઈ દીન બનીને પોકારે, હરિ તમે રહેજો હારેહારે.
કોઈ વિયોગમાં અશ્રુસારે, હરિ તમે રહેજો હારેહારે.
હેત હૈયામાં હોય અપારને જે માનવતાને આચરે,
હરપળ હો તમારા વિચારે, હરિ તમે રહેજો હારેહારે.
માયામોહ તજી દુનિયાનાને અહર્નિશ તમને સંભારે,
ચાલે હરપળ હરિના ઈશારે, હરિ તમે રહેજો હારેહારે.
દ્રવતા દુઃખ જોઈને બીજાનુંને, આત્મભોગે જે નિવારે,
લક્ષ્ય એકમાત્ર દર્શનનું ધારે, હરિ તમે રહેજો હારેહારે.
હમકદમ બનીને તમે સાથ નિભાવો,રહેજો એના પનારે,
આપણું ગણે તજી મારેતારે, હરિ તમે રહેજો હારેહારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.