હવાની જ્યારે કપાઇ છે પાંખો;
જોઈ "વ્યોમ"ની રોઈ છે આંખો;
સમંદરમાં એ તો ભળી છે જરૂર,
પહેલાં એનો છલકાયો હશે કાંઠો;
ક્યાં ખૂંદશો રણને ઝાંઝવે ઝાંઝવે,
ઝાકળને પણ જરા પાંપણે બાંધો;
કળી કળી ખીલી ઊઠી ઉપવનમાં,
ને ફરી વળ્યા છે મધુકર પણ લાખો;
પતંગિયે રંગ ત્યાં છોડ્યા હાથમાં,
જ્યારે અહમનો નિકળ્યો છે કાંટો;
વરસાવતો રહેશે જ એ પ્રેમ વર્ષા,
ભક્તિનું કપાસ તમે કાંતો ન કાંતો;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર