Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વખત વખતની વાત છે! જેમ એક વખત સહુ ફોન માટે તડપતાં, કોઈ નજીકના ઘેર ફોન હોય તો સંદેશ આપતા, ગેસ માટેની લાઇનનો તો સહુને ત્રાસદાયક અનુભવ છે. પછી લેન્ડ લાઈન સહુએ પરત કરી મોબાઈલ રાખ્યા, ગેસ સિલિન્ડરની જગ્યાએ પાઇપ ગેસ આવી ગયો તેમ એક વસ્તુ વધુ સારી ને સુવિધા ભરી લાગતાં જૂની સુવિધાને આવજો કહીએ છીએ.
પહેલાં ક્રેડિટ કાર્ડ લીધું હોય તે મોભાની વાત ગણાતી. તેમાં એડઓન નું પ્રોવિઝન હતું જે તે વખતે અન્ય પ્રોડક્ટમાં ન હતું. ખાસ સંજોગોમાં બહાર રહેતાં સંતાનો કે એકલી ખરીદી કરતી ગૃહિણીને કામ લાગતું.
તેનાં બિલ ભરવા અમુક ખાસ જગ્યાઓ હતી જેવી કે પેટ્રોલપંપ પર ડ્રોપ બોક્સ . બેંકના સમય સિવાય ત્યાં ચેક નાખવા જવું પડતું. બહુ મુશ્કેલીએ બાદ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે એકાઉન્ટ નંબર આવ્યા. ટાઇપ કરંટ ખાતું. એ સારું ચાલે છે.
ક્રેડિટ કાર્ડમાં આખરે આ નહીં તો આવતા મહિને ભરવાના જ છે, બાકી પર વર્ષે 36 ટકા જેવું વ્યાજ ચડે છે. ઇનેબલ કરવા છતાં મર્ચંન્ટ વ્યવહારો અને ઇન્ટરનેશનલ વ્યવહારો ચાલે એવું એટીએમ જોઈએ, નહીં તો વિદેશ મુસાફરીમાં મુશ્કેલી થઈ શકે. ધન્ય છે ફોરેન ટ્રાવેલ કાર્ડ ને અને નવાં ડેબિટ કાર્ડને. તને વિદેશી કરન્સી અહીંની લિમિટમાં ત્યાં ઉપાડી શકો જો ઇન્ટરનેશનલ ઇનેબલ કર્યું હોય .
હવે બધે upi, ગૂગલ પે, પે ટી એમ ચાલે છે અને એ એપ થી પ્લેન કે ટ્રેન બુકિંગ માં અલગ ડિસ્કાઉન્ટ મળે છે.
આખરે હવે લોકો ક્રેડિટ કાર્ડ પરત કરવા લાગ્યા છે જે હમણાં સુધી પ્રતિષ્ઠાની વસ્તુ ગણાતી. લોકોને ક્રેડિટ કાર્ડ સમજીને વાપરવાના ફાયદા પણ સમજવા જરૂરી છે. આપણે જો સોડ પ્રમાણે સાથરો તાણવો હોય ને આ નહીં તો આવતા મહિને જે મોટો ખર્ચ થયો તે પણ ભરવાનો જ હોય તો ક્રેડીટ કાર્ડ જ શા માટે! 2000 રૂ. સુધી તો વોલેટ માંથી પણ કરી શકાય છે. બાકી ખાતું upi દ્વારા તરત ડેબિટ થાય જ છે. ઓનલાઇન બિલ વગેરે માટે નેટ બેન્કિંગ પણ વર્ષો થી છે.
really, old order changes giving place to new!
ખૂબ સમજીને ક્રેડિટ કાર્ડ વાપર્યાં છે તેઓ પણ આખરે તે પ્રોડક્ટને વિદાય આપી રહ્યા છે. હાથવગી બીજી સુવિધાઓને કારણે.

Gujarati Blog by SUNIL ANJARIA : 111873037
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now