Gujarati Quote in Romance by Chaitanya Joshi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એમ નયનથી નયનને મિલાવ્યા ના કરો.
કલ્પનાની પાંખે ઝાઝું તમે ઊડ્યા ના કરો.

હતો એ દિન નયનકટાક્ષે થઈ તારકમૈત્રી,
વારંવાર એ યાદ કરાવી તડપાવ્યા ના કરો.

મંઝિલ તો દૂર છે હજુને રાહ છે અટપટો,
મધુરયાદો વાગોળીને દિલ દુખાવ્યા ના કરો.

રે કીસ્મત! યારી આપે કે ના આપે શક્ય છે,
છે એ મનમંદિર ત્યાં આગ પ્રગટાવ્યા ના કરો.

ઉરથી ઉરનું અંતર થયું હવે સાવ શૂન્ય કેવું,
કહી દ્વિવચન એને અલગ બતાવ્યા ના કરો.

'હું' એ તો હું જ છું સદાકાળ રહેનાર વળી,
ધરી મુખ સંમુખ દર્પણને ચહેરો દેખાડ્યા ના કરો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111872759
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now