અલ્પવિરામ મૂકી ને વાતને અધૂરી એમ રાખી,
જાણે પાણીનો પ્યાલો હાથમાં છતાં અધૂરી તરસ રાખી,
નખશીશ ઈચ્છાને લપેટીને એમ રાખી,
જાણે શ્વાસે શ્વાસે ભરીને પણ છાની છુપાવી રાખી,
એકાકાર થતી પ્રણયની કૂંપળને જીવંત એમ રાખી,
દોસ્ત! મારા દરેક આંસુએ કૂંપળને સિંચતી રાખી.
-Falguni Dost