બરફની હાજરી મગજમાં હોવી જરુરી.
એટલી દરકાર તો આપણે લેવી જરુરી.
કટુવાણી કામ બગાડનારી હોય સર્વદા,
આ વાત સૌએ બસ સમજવી જરુરી.
મધુવાણી ઠંડા દિમાગની જ નીપજ છે,
ઉશ્કેરાટને ઉકળાટ વેળા તજવી જરુરી.
હસતો ચહેરો છે નિશાની બરફ હાજરી,
પરાવાણી પ્રત્યેક મુખે ઉચ્ચરવી જરુરી.
વૈખરી વદનાર કામ બગાડી અપ્રિય થતા,
વસમા વખતે સબર સ્હેજે ધરવી જરુરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.