જીવન તો સંઘર્ષ
કોતરી પહાડોને કર્યા છે રસ્તા, એમ કાઈ ના પહોચીએ સામેની પાર
ખોબા ને ખોબા, ઘોડ્યા છે જેર ના, હક માં છે આવી ત્યાર અમૃત ની ધાર
એકલા જ હાથે, લડવાનુ છે તારે
પોતિકા જ કરસે ઘા આવી ને વ્હારે
આશા ના રાખીશ, કે કોઈ આપે સહકાર
ખોબા ને ખોબા…
સૂરજ ઉગે ને જાણે વાગે રણભેરી
કાંટાની સોય(ઘડિયાળ) લાગે ભવો-ભવની વેરી
વણ થાક્યો રે જે લગી થાયે સંજાર
ખોબા ને ખોબા…
સત્કર્મોની ક્યારે ના ગવાશે યશગાથા
ભૂલો કહેવાને ઊંચા થાશે સો(૧૦૦) માથા
મેણાઓ અવગણી, તું માણજે સંસાર
ખોબા ને ખોબા…
ચાલતા ને પડતા, દુખાય જો ઘુંટણ
સુજે ના કાઈ, થાય મોટી રે મુંજવણ
દ્વારકાનો નાથ લેશે તારી સંભાર
ખોબા ને ખોબા, ઘોડ્યા છે જેર ના, હક માં છે આવી ત્યાર અમૃત ની ધાર
~અલગારી