The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બહારનું નિર્જન પણ તને મલક લાગે જો મારા હ્રદયમા તારી એક ઝલક લાગે ~ રણવીર “અલગારી”
પ્રેમની વાતો કરે ઘણા પણ તે નિભાવી જાણી વર્ષામાં પણ અશ્રુના, તે ઓળખ્યા છે પાણી હતાશ થયેલા દિવસો મારા બન્યા આજ ઉજાણી જીવન આખુ રહુ તુજ સંગે ને ફળે આ ઈશ્વર વાણી ~ રણવીર “અલગારી”
લોકોને આજે પણ વહેમ છે કે હું બહુ જલ્દી ઘા જીરવી જાઉં છું ~ રણવીર “અલગારી”
તા. ૭/૫/૨૩ “વિશ્વ હાસ્ય દિવસ” ની શુભેચ્છા મિત્રો 😃😃😃
ચાંદ પણ ભાળ્યો ને ગણ્યા છે તારા દિવસ તો ઠીક, ક્ષણ રાતના નહી સારા ને જિંદગી લગાવી છે આખીએ દાવ પર જીત્યા તો ઠીક નહીતર નસીબ મારા ~ રણવીર “અલગારી”
ઉનાળાનો તાપ માપી શકાય પણ હ્રદયની બળતરાનો નહી ~ રણવીર “અલગારી”
વણજારા જેવું જીવન મારુ, તું છે એક મુકામ ચાલી ચાલીને થાક્યો બહુ, લઈ લઉ હવે વિરામ દુઃખના ભારા છુટ્યા મારા, જાણે પહોંચ્યા મુક્તિ ધામ હાશકારો એક છૂટ્યો એવો, જેને સુખ ‘ના’ લાગે તમામ ~ રણવીર “અલગારી”
તારા હૈયાની બારાખડીમા, એક અક્ષર જોડજે મારો અરજી હોય તને નામંજૂર તો રોકીશ નહી રસ્તો તારો પ્રેમના કોઈ ગજબ પુરાવા, મારી પાસેથી નહી મળે એની માત્રા તો હું જ જાણું છુ ને એક ઉપરવાળો ~ રણવીર ‘અલગારી’
IG | @ek.algari
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser