" શું દરેકને પ્રેમ સમજાય છે? "
જ્યારે જ્યારે, યાદો તારી વરતાય છે;
ત્યારે ત્યારે દિલ ધડકન ચૂકી જાય છે;
શૂન્યાવકાશ થયો છે તારા અભાવમાં,
એકલતામાં નામ તારું જ પડઘાય છે;
રહે છે સુકું તન મોસમના વરસાદમાંય,
મન ફક્ત તારા ખ્યાલોથી ભીંજાય છે;
ધરબાયેલ છે ઘણીએ વાતો દિલ મહીં,
હર વાત ક્યાં કોઈ ગઝલમાં કહેવાય છે?
કહી પણ દઉં જો કહાણી આ પ્રણયની,
તો શું દરેકને "વ્યોમ" એ પ્રેમ સમજાય છે?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર