Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંધારામાં અથડાવું અમને હવે નથી ગમતું.
ક્ષણિક પ્રકાશપુંજ સારુ કરગરવું નથી ગમતું.

મળી ગઈ એકાદ ટશર ;શું બની ગયા બાદશાહ?
જ્યોત ઝગમગ કાજે શિર ધરવું નથી ગમતું.

તમારી સઘળી સંપદા તમને મુબારક હો સદા,
સ્વમાન નેવે મૂકીને પછી ડગ ભરવું નથી ગમતું.

એક જ માપદંડ પૈસાનો તમે ભલા રાખી બેઠા!
અંતરે અગન છૂપાવી મધુવેણ ઉચ્ચરવું નથી ગમતું.

આમ તો માનવતાવાદી રહ્યું વલણ મારું સમજો,
તેથી જ કોઈની સાહ્યબી સામે ઝૂકવું નથી ગમતું.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111870790
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now